Manav Kalyan Yojna | માનવ કલ્યાણ યોજના
આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના લોકોને પુરતી આવક અને રોજગાર ઉભા કરવા માટે ઓજારો અથવા સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યકિતઓ કે કારીગરોની આર્થીક સ્થિતિ સુધારવા માટેની અગાઉની રોજગાર યોજનાને બદલે તા૧૧/૯/૯૫થી શરૂ કરવામાં આવી છે. જેમાં બ્યુટીપાર્લર, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવટ વગેરે જેવા ૧૦ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર,ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય આપવામાં આવે છે. લાભાર્થીએ ઇ-કુટિર પોર્ટલ ઉપર પર ઓનલાઇન અરજી કરવાની હોય છે.
ફોર્મ ભરવા માટેની યોગ્ય
ઉંમર : 18 વર્ષથી 60 વર્ષ
આવક મર્યાદા :
- અનુ. જાતિ અતિ પછાત વર્ગ જાતિઓ તથા સામાજિક અને શેક્ષણિક પછાત , વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે કોઇ આવક મર્યાદા લાગુ પડશે નહિ.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે 6 લાખ સુધી હોવી જોઈએ
- એના માટે અધિકૃત અધિકારીનો આવક નો દાખલો રજૂ કરવાનો રહેશે.
યોજનામાં મળતી સહાય/કિટ :
આ યોજના માં મળવા પાત્ર 10 ટ્રેડ માં લાભાર્થી ને ટૂલકિટ કે સહાય મળવા પાત્ર થશે.
ક્રમ
- દૂધ દહી વેચનાર
- ભરતકામ
- બ્યુટી પાર્લર
- પાપડ બનાવટ
- વાહન સર્વેસ અને રીપેરીંગ
- પ્લમ્બર
- સેટિંગ કામ
- ઇલેક્ટ્રિક એપ્લયેંસિસ રીપેરીંગ
- અથાણાં બનાવટ
- પંચર કીટ
યોજના માં જોઇતા ડોક્યુમેન્ટ :
નીચે મુજબ ડૉક્યુમેન્ટ દ્વારા ફોર્મ ભરી શકાશે.
(૧) ફોટો
(૨) મોબાઈલ નંબર
(૩) ઈમેલ આઈડી
(૪) આધાર કાર્ડ
(૫) ઈ-શ્રમ કાર્ડ
(૬) રેશન કાર્ડ
(૭) જાતિનો દાખલો
(૮) આવકનો દાખલો
(૯) BPL નો દાખલો (હોય તો)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:
ફોર્મ ભરવા માટે ની છેલ્લી તારીખ - 31/08/2024
ફોર્મ ભરવા માટે સાઇટ :
ઇ કુટીર સાઇટ પર ફોર્મ ભરી શકાય